“પાર્ટી અમારી માતા છે”: ભાજપના સ્થાપના દિવસે PM મોદીનું ભાવુક સંબોધન. ભારતીય જનતા પાર્ટીના ૪૬મા સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના કરોડો કાર્યકર્તાઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ અવસરે તેમણે પાર્ટી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરતા કહ્યું કે, “અમે આ પાર્ટીને માત્ર એક સંગઠન નહીં, પણ અમારી ‘માતા’ માનીએ છીએ.”

PM મોદીએ ભૂતકાળના સંઘર્ષોને યાદ કરતા જણાવ્યું કે, એક સમય એવો હતો જ્યારે વિરોધીઓ દ્વારા ભાજપને રાજકીય રીતે અછૂત બનાવવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, આજે ભાજપ જે શિખર પર બિરાજમાન છે, તેની પાછળ લાખો નિષ્ઠાવાન કાર્યકર્તાઓનો પેઢીઓ સુધી ચાલેલો અથાક પરિશ્રમ અને લોહી-પરસેવો રહેલો છે.