લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્યોમાંના એક અમીર હમઝા પાકિસ્તાનમાં જીવલેણ હુમલાનો શિકાર બન્યો હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ લાહોરમાં અજાણ્યા બંદૂકધારીઓએ હમઝાને ગોળી મારી, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હાલમાં તેની હાલત ગંભીર છે. યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેઝરી અનુસાર હમઝા એક નિયુક્ત આતંકવાદી છે. અહેવાલો બહાર આવ્યા છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનોના સભ્યોને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ હુમલાઓ કરવામાં આવ્યા છે. લાહોરમાં એક ન્યૂઝ ચેનલની ઓફિસની બહાર અજાણ્યા હુમલાખોરોએ અમીર હમઝા પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં અમીરને અનેક ગોળી વાગી હોવાના અહેવાલ છે. ઘટના પછી તરત જ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલે હજુ સુધી અમીરની હાલત અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી