વાપીના ભડકમોરા વિસ્તારમાં ૧૨ વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કરી કુંવારી માતા બનાવવાના ચકચારી કેસમાં વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે નરાધમ આરોપીને ગુનાહિત કૃત્ય બદલ ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.

આ કેસમાં વિજ્ઞાનિક પુરાવા તરીકે રજૂ કરાયેલો DNA રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં, પોલીસે રજૂ કરેલા અન્ય સજ્જડ અને મજબૂત પુરાવાઓ તેમજ પરિસ્થિતિજન્ય પુરાવાઓને ધ્યાને રાખી અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો. આ ઉપરાંત, પીડિતા અને તેના માસૂમ પુત્રના પુનર્વસન અને ભવિષ્ય માટે કોર્ટે ‘ગુજરાત વિકટિમ કોમ્પેન્સેશન સ્કીમ’ હેઠળ કુલ રૂ. ૧૦ લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.