વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલને કારણે ભારે દોડધામ મચી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરી દીધી છે. આ અચાનક ઉભી થયેલી સ્થિતિને કારણે સવારે 9 વાગ્યાનું વિધાનસભા સત્ર મુલતવી રાખવું પડ્યું હતું. હાલ અધિકારીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તપાસ તેજ કરવામાં આવી છે.