ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં નકલીની બોલબાલા છે, રાજ્યમાં નકલી ડોક્ટરો અંગે 3 વર્ષમાં 2724 ફરિયાદ નોંધાઈ છે, આરોગ્ય વિભાગની તપાસમાં 169 ડોક્ટરો બોગસ ઝડપાયા છે અને રાજ્યમાં 154 નકલી ડોક્ટરો સામે ફરિયાદ નોંધાઇ છે. રાજયમાં ખાદ્યસામગ્રીથી લઈને નકલી અધિકારીઓની બોલબાલા છે તેમાં હવે તબીબો પણ બાકાત નથી. ગુજરાતમાં નકલી ડોક્ટરો અંગે ત્રણ વર્ષમાં ૨૭૨૪ ફરિયાદો મળી હતી, આરોગ્ય તંત્ર દ્વારા આ ફરિયાદોને પગલે ચલાવતાં હતા, આ ડોક્ટરો સામે એફઆઈઆર કરાઈ છે.






























