તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. 19 એપ્રિલથી તલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજી થશે. આ વર્ષે કેરીનું ઉત્પાદન થોડુ ઘટવાની સંભાવના છે. ગત વર્ષે 4.49 લાખ બોક્સની આવક નોંધાઈ હતી. ગત વર્ષે કેસર કેરીની સિઝન 45 દિવસ ચાલી હતી. આ વર્ષે કેરીની સીઝનમાં વધારો થવાની શક્યતા છે.આ વર્ષે કેસરના ભાવ સારા રહેવાની ખેડૂતોને આશા છે.





















































































































