વલસાડના બારોલીયામાં જુગારના અડ્ડા પર પોલીસ રેડ કરવા ગઈ અને પોલીસને જોઈ 41 જુગારીઓ ફરાર થઈ ગયા હતા, આ સમગ્ર ઘટનામાં પોલીસે જુગારીઓને વોન્ટેડ બતાવ્યા છે. વલસાડના બારોલીયામાં જુગારના અડ્ડા પર પોલીસે રેડ કરી હતી અને રેડ દરમિયાન પોલીસને જોઈ શકુનીઓ ભાગી ગયા હતા અને પોલીસ તેમને શોધવા લાગી પણ તેઓ ઝડપાયા ન હતી, વલસાડ જિલ્લાના ધરમપુરમા પોલીસની કાર્યવાહીમાં લોલમલોલ સામે આવી છે, પોલીસે આરોપીઓને ભગાડી દીધા કે શું તેને લઈ લોકચર્ચા ચાલી રહી છે.