ગુજરાત એટીએસ દ્વારા પાંચ કિલો એમડી ડ્રગ્સ ઝડપી લેવાયું છે. રાજસ્થાન બોર્ડર પરથી બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. ડ્રગ્સ કેસમાં બીજા રાજ્યોનું કનેક્શન સામે આવ્યું છે. પુછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. ગુજરાત અને રાજસ્થાન એટીએસની સંયુક્ત કાર્યવાહી સામે આવી છે. પાકિસ્તાનથી રાજસ્થાન બોર્ડર પર ડ્રગ્સ આવ્યું હતું. બોર્ડર પરથી ડ્રગ્સને ઘુસાડવામાં આવી રહ્યું છે.