હાઈકોર્ટે નોંધ્યું કે સ્પા કે કૂટણખાનામાં ગયેલો ગ્રાહક માત્ર ત્યાં નાણાં ચૂકવીને પોતાના અંગત સંતોષ માટે સેવા લેવા જાય છે. ગ્રાહક વેશ્યાવૃત્તિના વ્યવસાયમાંથી કોઈ કમાણી કરતો નથી કે તે જગ્યાના સંચાલન કે માલિકી સાથે જોડાયેલો હોતો નથી. ગ્રાહક તરીકે અટકાયત કરેલા અરજદારે કોર્ટમાં કરી ક્વોશિંગ પિટિશન હતી જેની પર સુનાવણી કરતા હાઈકોર્ટે આવો ચુકાદો જાહેર કર્યો હતો.
ભારતીય કાયદા મુજબ, વેશ્યાગૃહ ચલાવવું, તેનાથી કમાણી કરવી અથવા કોઈ યુવતીને આ ધંધામાં બળજબરીથી ધકેલવી એ ગુનો છે.પરંતુ, આ કાયદો મુખ્યત્વે દલાલો, સંચાલકો અને માલિકોને સજા આપવા માટે છે, નહીં કે ત્યાં માત્ર ગ્રાહક તરીકે જનાર વ્યક્તિનો કોઈ ગુનો બનતો નથી.






















































