દુબઈથી દિલ્હી આવેલી ફ્લાઈટમાં બે સીટની નીચે છુપાવેલી ત્રણ બેગમાંથી કુલ સાડા છ કિલો સોનું મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે 9 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ એક્ઝિબિશનમાં જવાના બહાને વારંવાર દુબઈ જતા અને પરત ફરતી વખતે સોનું લાવતા હોવાની માહિતી સામે આવી છે. હાલ કસ્ટમ અધિકારીઓ દ્વારા આરોપીઓની પૂછપરછ કરી દાણચોરીની ગેંગ સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.