એર ઈન્ડિયાએ ટેક્સીંગ દરમિયાન ભૂલથી ખોટી દિશામાં વળાંક લીધો હોવાનું સ્વીકાર્યું છે અને મુસાફરો અને ક્રૂની સુરક્ષા જળવાઈ રહી, કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી.બીજી તરફ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટે ખોટો વળાંક લીધો હતો જેના કારણે આ દુર્ઘટના થતા રહી ગઈ છે.બન્ને વિમાનો રનવે પર સામસામે આવી ગયાઅમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે સાંજે મોટી વિમાન દુર્ઘટના ટળી છે અને મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, કેમકે ટેકસીવે ( રનવેનો એક ભાગ ) પર બે વિમાનો સામસામે આવી ગયા હતા.એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાન સામસામે આવ્યા હતા. સૂત્રો અનુસાર, મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી. આ દરમિયાન મુંબઈથી અમદાવાદ પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે પાર્કિંગ બે તરફ જતી વખતે ભૂલથી ખોટો વળાંક લીધો અને તે ટેક્સીવે પર પહોંચી ગઈ, જ્યાં ઇન્ડિગોનું વિમાન હાજર હતું.















































