અમદાવાદમાં શ્યામલ નજીક સાંગરીલા 2 કોમ્પલેક્ષના પાર્કિગમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી હતી. આગ લાગતાં જ લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી.ફાયર ટીમના જવાનોએ આગને કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યા હતાં. આગને પગલે એક તરફનો રસ્તો બંધ કરાયો છે. આગ લાગવાનું કારણ અકબંધ છે.










































