સમગ્ર દેશમાં ઈંધણના ભાવમાં ભારે વધારો થયો છે. સીએનજી ગેસના ભાવ પણ વધી રહ્યાં છે. ત્યારે વાહનચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સીએનજીના ભાવ વધતાં રિક્ષાચાલકો પણ પરેશાન થયાં છે. અમદાવાદના મેમનગરમાં રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો હતો. સીએનજીના વધેલા ભાવને લઈને રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. તેઓ હવે સ્વૈચ્છિક રીતે ભાડું વસૂલવાની તૈયારીની ચીમકી ઉચ્ચારી રહ્યાં છે. કારણ કે હાલના વધેલા ઈંધણના ભાવને કારણે ભાડું ખૂબજ ઓછું હોવાથી ગુજરાન ચલાવવું મુશ્કેલ છે.