હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે પહેલી જૂનના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. અમદાવાદ,ગાંધીનગર,ખેડા, મહેસાણામાં વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે. વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બેથી ચાર જૂને અમદાવાદ અને ગાંધીનગર સહિત ખેડા, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.






































































































































































































































































































