DyCM હર્ષ સંઘવીએ કરી જાહેરાત, 10મીએ ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ
રાજ્યમાં તિરંગા યાત્રા અને ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણીને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજીને મોટો નિર્ણય જાહેર કર્યો છે. સંઘવીએ જણાવ્યું કે, આગામી 9 થી 17 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ અભિયાન અંતર્ગત 70 લાખથી વધુ ઘરો, એનજીઓ અને શાળાઓમાં તિરંગા યાત્રા ઉજવવામાં આવશે તેમજ રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાનું આયોજન કરાશે. વધુમાં, 10 ઓગસ્ટે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.