તહેવારો ટાણે રાજ્યમાં ખાંડની અછતની ભીતિ સેવાઈ રહી છે. અમદાવાદ સહિત શહેરના 10 લાખથી વધુ પરિવારોને સસ્તા અનાજની દુકાનેથી ખાંડ નહીં મળે તેવી સ્થિતિ છે. સરકારી પોર્ટલ પરથી સપ્ટેમ્બરની ખાંડની પરમિટ ગાયબ છે અને ચલણ જનરેટ થતા નથી. 850થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં છે, જ્યારે ખાંડ ક્યારે આવશે તેની કોઈ સ્પષ્ટતા નથી.