ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, આગામી 8 અને 9 ઓગસ્ટે રાજ્યમાં મેઘરાજા ફરી ધબધબાટી બોલાવશે. મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે 9 ઓગસ્ટે આખું ગુજરાત પાણી-પાણી થાય તેવી સંભાવના છે.

ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ: 8 અને 9 ઓગસ્ટે સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા (ખાસ કરીને વાવ અને થરાદ) જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા સાથે ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે.