ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ
ગુજરાત સરકારે જનઆરોગ્ય અને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. મહારાષ્ટ્ર અને છત્તીસગઢ બાદ ગુજરાત આવો કડક નિર્ણય લેનારું દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 (FSSAI) હેઠળ આ ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. બજારમાં નકલી ડેરી પ્રોડક્ટ્સનું અસલી તરીકે થતું વેચાણ અટકાવવા માટે આ આદેશ આપવામાં આવ્યો છે.


































































































































































































































