149મી અષાઢી બીજ રથયાત્રાને નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે અમદાવાદ પોલીસે ‘ઝીરો રિસ્ક’ પોલિસી અપનાવી છે. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હજારો સીસીટીવી કેમેરાની મદદથી રથયાત્રાના સમગ્ર રૂટનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભીડભાડવાળા વિસ્તારોમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આકાશમાંથી ‘એન્ટી-ડ્રોન સિસ્ટમ’ દ્વારા સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત, શંકાસ્પદ તત્વો પર બાજ નજર રાખવા માટે અત્યાધુનિક AI-સંચાલિત PINAC 2.0 ફેસ રેકગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંટ્રોલ રૂમના એક્સક્લુઝિવ દ્રશ્યો સાક્ષી પૂરે છે કે આ વખતે નાથની નગરચર્યામાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી અને અભેદ્ય બનાવવામાં આવી છે.