surat airport bomb threat

સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાએ અચાનક ખળભળાટ મચાવ્યો હતો, જ્યારે એક યુવકે એરપોર્ટ સ્ટાફને જણાવ્યું કે તેની પાસે બોમ્બ છે. આ દાવાથી સુરક્ષા તંત્ર તાત્કાલિક સક્રિય બની ગયું હતું અને યુવકને કોર્ડન કરીને તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન યુવક પાસે કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી, જેના કારણે પોલીસ અને એરપોર્ટ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને પગલે ડુમસ પોલીસે યુવકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.