લીંબડી અમદાવાદ હાઈવે પર ગેસ લાઈનમાં લિકેજ થયું છે. મીઠાપુર ગામ નજીક ગેસ લાઈનમાં અચાનક લીકજ થયું છે. ગેસ લાઈનમાં લીકેજ થતા આગ ભભૂકી ઊઠી હતી.આગ લાગતા હાઈવે પર અફરાતફરી મચી હતી,થોડા સમય માટે હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતાં.ફાયર ટીમે આગ પર તાત્કાલિક કાબૂ મેળવ્યો હતો.
































