સેવન્થ ડે સ્કૂલ એક વિદ્યાર્થીની હત્યા બાદ હવે ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. આ વખતે ધોરણ 7ના વિધાર્થી સાથે 3 વિધાર્થીઓ ભેગા મળીને મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે. અમરાઈવાડીના પીઆઈ આ મામલાને જોઈ રહ્યા હોવાની જાણકારી છે. આ મામલે પ્રિન્સિપાલ અને એડમિન હેડની બેદરકારી સામે આવ્યાની માહિતી છે. આ મામલે ડીઈઓએ બંનેને નોટિસ ફટકારીને તેમને નોકરીમાંથી કેમ કાઢી ન મૂકવામાં આવ્યા તેને લઇને જવાબ માગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *