અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીનો કર્મચારી લાખોના દાગીના લઇને ફરાર. રૂપિયા 80.56 લાખના દાગીના લઈને થયો ફરાર. અમદાવાદથી બસમાં ભુજ જતાં રસ્તામાં રૂ 80.56 લાખના દાગીના લઈ ગાયબ થઈ ગયો. પાર્સલ ડિલિવરી માટે મોકલાયેલ કર્મચારી જીગરસિંહ વિહોલ દાગીના સાથે ફરાર થયો છે. સોનાં-ચાંદી અને ડાયમંડના પાર્સલ સાથે કર્મચારી ફરાર હોવાની આશંકા. પાલડીથી સહજાનંદ ટ્રાવેલ્સની બસમાં બેસાડયો હતો કર્મચારીને. ભુજ પહોંચ્યા બાદ જ્યુબિલી સર્કલ પરથી કર્મચારી થયો ગૂમ. કર્મચારીનો મોબાઈલ સતત સ્વીચ ઓફ આવતા ચોરીની શંકા. વેપારી પેઢીએ વિશ્વાસઘાત અને ચોરીની ફરિયાદ નોંધાવી છે. AR-01-Y-8199 નંબરની અમદાવાદ-માંડવી બસમાં મુસાફરી દરમ્યાન કર્મચારી ફરાર. જ્વેલરી પાર્સલમાં સોનાં, ચાંદી અને ડાયમંડ સામેલ હોવાનું સામે આવ્યું છે. કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.









































































