અમદાવાદ: ભારતીય રેલવેએ પર્યાવરણની જાળવણી અને ખર્ચમાં ઘટાડો કરવાના હેતુથી એક મોટી સફળતા હાંસલ કરી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ભારતની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને ડિઝલ આધારિત ‘ડ્યુઅલ ફ્યુઅલ’ DEMU ટ્રેન તૈયાર કરવામાં આવી છે. સાબરમતી સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD) ખાતે આ ટ્રેનનું સફળતાપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ મંડળના રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, આ ટેકનોલોજીથી રેલવેના સંચાલનમાં પ્રદૂષણ ઘટશે અને ઈંધણની બચત થશે. આ ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલી સફળતાપૂર્વક અપનાવનાર અમદાવાદ દેશનું પ્રથમ રેલવે મંડળ બન્યું છે, જે સ્વચ્છ અને ગ્રીન રેલવેની દિશામાં એક માઇલસ્ટોન સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *