અમદાવાદ શહેરની શાળાઓને નિશાન બનાવીને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઈલ મળતા હચમચ મચી ગઈ છે. શહેરની એશિયા સ્કૂલ સહિત 5 કરતા વધુ ખાનગી શાળાઓને આ પ્રકારના ધમકીભર્યા મેઈલ મળ્યાની માહિતી સામે આવતા જ સંચાલકો દ્વારા તુરંત જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી છે.
































































































