ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ-માળિયા હાઈવે પરથી પોલીસે એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.