અમદાવાદ બોપલ વિસ્તારમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ થયો છે. પોલીસે Elegance Employm નામની દુકાનમાં દરોડા પાડતા અનેક જાણીતી કંપનીઓના નકલી શૂઝ અને સ્લિપર મળી આવ્યા હતા. દુકાનદાર રૂષીલ ભોમોત્રા Nike, Jordan Brand અને Converse જેવી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ શૂઝ વેચતો હોવાની માહિતી સામે આવી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન રૂ.1.69 લાખની કિંમતના 169 જોડી શૂઝ જપ્ત કર્યા હતા. સમગ્ર મામલે દુકાન માલિક વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે.









































































