ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે આજે મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકર બહેનોએ મનપા કમિશનરને લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે, તેઓ પહેલેથી જ પાયાની અનેક વિવિધ જવાબદારીઓ નિભાવી રહ્યા છે, જેના કારણે તેમના પર કામનું ભારણ વધુ છે. આ સંજોગોમાં તેમને વસ્તી ગણતરીની વધારાની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી પ્રબળ માંગ કરી છે. બહેનોએ પોતાની રજૂઆતમાં સ્પષ્ટ કર્યું હતું કે સતત વધતી કામગીરીને પહોંચી વળવું મુશ્કેલ હોવાથી તંત્ર આ બાબતે યોગ્ય નિર્ણય લે.