અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો હજી તપાસમાં છે ત્યારે ફરી વાર એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. શહેરમાં ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો ઝઘડો શાંત કરવા ગયેલા એક વિદ્યાર્થીની આંખ ફોડી નાંખવામાં આવી છે. આઠમા ધોરણના વિદ્યાર્થીએ પરિકર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.



























































