NEET-UG પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે, જેના મુજબ NEET-UG ની પરીક્ષા હવે 21 જૂને યોજાશે. અગાઉ 3 મેના રોજ યોજાયેલી પરીક્ષા પેપર લીકના કારણે રદ કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ આશરે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે. જોકે, વિદ્યાર્થીઓ માટે રાહતની વાત એ છે કે ફરી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહીં પડે અને ઉમેદવારોને ફરીથી પરીક્ષા ફી પણ ચૂકવવી નહીં પડે. NTA દ્વારા આ અંગે સત્તાવાર રીતે નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે.




































































































































































