દિલ્લી-NCR સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં થોડો ભયનો માહોલ સર્જાયો હતો. જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં પણ આંચકા સ્પષ્ટપણે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનની સીમા નજીક નોંધાયું હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી. અફઘાનિસ્તાન વિસ્તારમાં આવેલા આ ભૂકંપની અસર ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં પણ અનુભવાઈ હતી.







































































































