ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશની પ્રક્રિયા તેજ બની છે. રાજ્યની વિવિધ ખાનગી શાળાઓમાં ઉપલબ્ધ કુલ 84,228 બેઠકો માટે આ વર્ષે અંદાજે 2.49 લાખ જેટલી જંગી અરજીઓ પ્રાપ્ત થઈ છે. ગત વર્ષોની સરખામણીએ આ વખતે વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે શિક્ષણ વિભાગ દ્વારા આ અરજીઓની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ ઓનલાઈન ડ્રો દ્વારા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવશે. એક બેઠક દીઠ સરેરાશ ત્રણથી વધુ દાવેદારો હોવાથી પ્રવેશ માટે આકરી સ્પર્ધા જોવા મળી રહી છે.




































































































































































