અમરેલી જિલ્લામાં સિંહોની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વાયરલ વીડિયોમાં કેટલાક ટીખળખોરો સિંહ પાછળ વાહન દોડાવતા જોવા મળી રહ્યા છે, જેને કારણે વન્યજીવોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રાથમિક અનુમાન મુજબ વીડિયો રેવન્યુના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સિંહોની પજવણીના બનાવોમાં વધારો થતાં વન વિભાગ પણ ચિંતિત બન્યું છે. સમગ્ર મામલે Gir East Forest Divisionના DCFએ તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.





























































































































































































































































