ભારતીય રિઝર્વ બેંકે તેની જૂન 2026 ની નાણાકીય નીતિમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ એપ્રિલની જેમ આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 5.25 ટકા પર યથાવત છે. RBI એ છેલ્લે ડિસેમ્બર 2025 માં વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો, જ્યારે દર 5.5 ટકાથી ઘટાડીને 5.25 ટકા કરવામાં આવ્યો હતો.