બજારમાં મળતી માહિતી અનુસાર સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 50નો વધારો નોંધાયો છે, જેના કારણે હવે સિંગતેલનો એક ડબ્બો રૂ. 2765 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ કપાસિયા તેલના ભાવમાં પણ ડબ્બે રૂ. 20નો વધારો થયો છે અને તેનો ભાવ હવે રૂ. 2620 સુધી પહોંચી ગયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ખાદ્યતેલની આયાત ખર્ચમાં વધારો થતાં સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે.




































































































































































