પેટ્રોલ પંપો પર નો સ્ટોક બોર્ડ લગાવ્યા છે. પેટ્રોલની અછતને કારણે 212 ગામના વાહનચાલકો પરેશાન થયા છે.ખેડૂતો અને મુસાફરોની હાલત કફોડી બની છે. પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી છે. ચૂંટણી પતતા જ અછત સર્જાઈ હોવાના આક્ષેપ કરાયા છે. તંત્ર દ્વારા પુરવઠો પૂરો પાડવામાં નિષ્ફળ સાબિત થયું છે. ઈંધણ વગર વાહન વ્યવહાર ખોરવાયો છે.




































































































































































