દેશમાં આગામી ૧ જૂનથી રસોઈ ગેસ (LPG) સિલિન્ડરના નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે.

સિલિન્ડરના કાળાબજાર રોકવા માટે નવો કડક નિયમ અમલી બનશે. હવે ગ્રાહકો જૂના સિલિન્ડરની ડિલિવરી લીધાના ૨૫ દિવસ બાદ જ નવા સિલિન્ડરનું બુકિંગ કરાવી શકશે.

જો કોઈ એક જ સરનામે રહેતું હશે, તો ત્યાં LPG અને PNG (પાઇપલાઇન ગેસ) બંને કનેક્શન એકસાથે રાખી શકાશે નહીં. એક ઘર માટે માત્ર એક જ ગેસ સુવિધા માન્ય ગણાશે.