અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહનું યુદ્ધ વિરામ જાહેર કરાયું છે. આ દરમિયાન 20 હજાર મેટ્રિક ટન LPG લઈને જગ વિક્રમ જહાજ હોર્મુઝ ખાડી પસાર કરીને કંડલા પહોંચ્યું છે. યુદ્ધવિરામ વચ્ચે હોર્મુઝ પાર કરનાર પ્રથમ ભારતીય જહાજ છે. ખાડીમાંથી બહાર નીકળનાર 9મું ભારતીય જહાજ છે. હજુ પણ 15 જહાજો ત્યાં ફસાયેલા હોવાની માહિતી સામે આવી છે. 20400 મેટ્રિક ટનથી વધુ એલપીજીનો જથ્થો ભરીને ભારત આવતા જગ વિક્રમ જહાજે તા.૧૧ના સફળતા પૂર્વક હોમુંઝ ખાડી પાર કરી લીધી હતી અને ભારત આવવા રવાના થયું હતું.