હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી જાહેર કરી છે જેમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, અમરેલી અને દિવમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાવાની શક્યતા છે.




































































































































































