સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ નજીક આવેલા મોતીપુરા ગામના ૩૧ વર્ષીય યુવક મહેન્દ્રસિંહ ચૌહાણે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. મળતી માહિતી મુજબ, યુવકે ડેમાઈ નજીકના જંગલ વિસ્તારમાં જઈને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવાની અસર થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવકે આ અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે હજી જાણી શકાયું નથી. ઘટના અંગે ગાંભોઈ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.