વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, ૧૧ મે ૨૦૨૬ ના રોજ, સોમનાથના ભવ્ય રોડ શો બાદ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરવા મંદિર પહોંચ્યા છે. આ મુલાકાત પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનની ૭૫મી વર્ષગાંઠ (સોમનાથ અમૃત પર્વ-૨૦૨૬) ના ઐતિહાસિક અવસર પર થઈ રહી છે.
પીએમ મોદીએ સોમનાથ હેલિપેડથી હમીરજી ગોહિલ સ્મારક (હમીરજી સર્કલ) સુધીના અંદાજે ૧.૫ કિમી લાંબા માર્ગ પર ખુલ્લી જીપમાં રોડ શો યોજ્યો હતો. આ માર્ગ પર હજારોની સંખ્યામાં ભક્તોએ ‘મોદી-મોદી’ અને ‘જય સોમનાથ’ ના નાદ સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
રોડ શો પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી સોમનાથ મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે ગર્ભગૃહમાં જઈને ભગવાન સોમનાથની વિશેષ મહાપૂજા, આરતી અને અભિષેક કર્યો છે.




































































































































































