બનાસકાંઠા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સુરક્ષા કર્મચારીઓ રાત-દિવસ કાર્યરત રહેવાના છે. ત્યારે થરાદમાં સુરક્ષાની જવાબદારી સંભાળતા હોમગાર્ડ યુનિટના જવાનોએ આજે પોતાની નૈતિક ફરજ સમજીને બેલેટ પેપર દ્વારા આગોતરું મતદાન કર્યું હતું.
































































































































