અમદાવાદ શહેરમાં લીંબુના પ્રતિ કિલોના ભાવ છૂટક બજારમાં 200 રૂપિયા સુધી પહોંચી ગયા છે! જ્યારે હોલસેલ માર્કેટમાં 150 થી 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવ બોલાઈ રહ્યા છે.વેપારીઓના મતે કોરોનાકાળમાં પ્રતિ કિલો લીંબુનો હોલસેલ ભાવ 150 થી 200 રૂપિયા થયો હતો.ત્યારબાદનો આ સૌથી વધુ ભાવ વધારો છે. અમદાવાદમાં અઠવાડિયા પહેલા લીંબુનો હોલસેલ ભાવ 110 થી 120 રૂપિયા હતો.આમ હોલસેલમાં એક જ સપ્તાહમાં 40 રૂપિયાનો વધારો થઈ ગયો છે.આ ભાવ સપાટી હજુ સતત એક મહિનો જળવાઈ રહેવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.





















































































































