ઈરાનમાં યુદ્ધવિરામ વચ્ચે ભારત સરકારે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેહરાનમાં ભારતીય દૂતાવાસે નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડવાની અપીલ કરી છે. દૂતાવાસે કહ્યું છે કે તમામ ભારતીય નાગરિકો નિર્ધારિત રૂટ્સનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે દેશમાંથી બહાર નીકળે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે દૂતાવાસનો સંપર્ક કર્યા વિના કોઈ પણ વ્યક્તિ કોઈ આંતરરાષ્ટ્રીય સરહદ તરફ ન જાય. આપત્તિની સ્થિતિમાં નાગરિકો દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલા મોબાઇલ નંબર અથવા ઇમેઇલ દ્વારા સંપર્ક કરી શકે છે.








































































































