યાત્રાધામ અંબાજી ખાતે રૂપીયા 1632 કરોડ ના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાનાર છે જેમાં મહત્તમ શક્તિ કોરીડોર ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કામમાં અડચણ રૂપ ના બને તે માટે આગામી 28 ફેબ્રુઆરી-2027 સુધી 9 મહીના સુધી અંબાજી આબુરોડ વચ્ચે ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અંબાજી આબુરોડ રૂટ માટે ટ્રાફીક વ્યવસ્થામાં ફેરફાર કરી ને ભારે વાહનો ને ડી.કે સર્કલ થી પાલનપુર-દાંતા તરફ ડાયવર્ડ કરવામાં આવ્યા છે જેને લઇ ભારે વાહનો માટે અંબાજી આબુરોડ નો રસ્તો જે 20 કિલોમીટર નો થતો હતો તેના બદલે પાલનપુર તરફ ડાયવર્ઝન કરાતાં અંબાજી આબુરોડ નો રસ્તો 120 કિલોમીટર સુધી ફરવું પડશે.

ગબ્બર ટેકરીથી અંબાજી મંદિર સુધી એક ભવ્ય કોરીડોર બનાવવામાં આવી રહ્યુ છે. જેમાં ભક્તો ને આધુનીક સુવિધાઓ પુરી પડાશે. આ નિમાર્ણ કાર્ય ના કારણે બસ ટ્રાફીક સાથે ભારે વાહનો જે 12 મિટર લાંબા હેવી વાહનો ને અંબાજી માં પ્રવેશવા પણ સવારે 07 વાગ્યા થી રાત્રી ના 10 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.