રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. વરસાદી પ્રવૃત્તિના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.