અમેરિકા ભારતને 25% પેનલ્ટી ટેરિફ પરત કરશે:ઉદ્યોગપતિઓને લગભગ 40 હજાર કરોડ રૂપિયાની રાહત; રશિયન ખનીજ તેલ ખરીદવા પર પેનલ્ટી હતી
અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતની તરફેણમાં અમેરિકન તંત્રએ અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે ભારત પર પેનલ્ટી રૂપે લગાવાયેલ 25 ટકા ટેરિફની રકમ પરત કરવાનો નિર્ણય અમેરિકાએ કર્યો છે. અમેરિકામાં આયાત થયેલી જે ભારતીય વસ્તુઓ પર આ પેનલ્ટી લાગુ કરવામાં આવી હતી, તે તમામ પર હવે રિફંડ આપવામાં આવશે. આ નિર્ણયથી ભારતીય વેપારીઓને અંદાજે ₹40 હજાર કરોડની મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



























































































































