ઊર્જામંત્રી ઋષિકેશભાઈ પટેલ : છેલ્લાં બે વર્ષમાં ગાંધીનગર, ભરૂચ અને વડોદરા જિલ્લાનાં કુલ ૧૩૮ ફીડરનું વિભાજન કરાયું છે. રાજ્યના વીજગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે રાજ્યનો ઊર્જા વિભાગ કટિબદ્ધ હોવાનું વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ફીડર વિભાજન થકી મેન્ટેનન્સ ખર્ચમાં ઘટાડો, લૉ વોલ્ટેજની સમસ્યાનું નિરાકરણ, વીજ લોસમાં ઘટાડો અને વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે છે.







































































































