ગેસ ભરેલા બે જહાજ ભારત આવશે અને શિવાલીક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચશે જેમાં નંદાદેવી જહાજ આવતીકાલે કંડલાપોર્ટ આવશે અને બંને જહાજમાં 92700 મેટ્રિક ટન ગેસનો જથ્થો રહેલો છે. ભારતીય ધ્વજ ધરાવતા આ બંને જહાજોએ સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી દીધી છે, આ બંને જહાજો હવે ભારતનાં નૌકાદળની સુરક્ષા હેઠળ ૧૬મી અને ૧૭મી માર્ચે ગુજરાતમાં મુંદ્રા અને કંડલા બંદરે પહોંચશે. પીએમ મોદી તેમજ ઈરાનનાં પ્રેસિડેન્ટ પેઝેશિકયન વચ્ચે વાતચીતને કારણે ભારતને તેનાં બંને જહાજો સુરક્ષિત રીતે હોમુંઝ પસાર કરાવવા મંજૂરી આપવામાં આવી હતી.







































































































