સરકારે ગેસ વિતરણ વ્યવસ્થામાં વધુ પારદર્શિતા લાવવા અને સંસાધનોનો યોગ્ય ઉપયોગ થાય તે હેતુથી એક મોટો નિર્ણય લીધો છે. જે ગ્રાહકો પાસે હાલમાં PNG (પાઈપ લાઈન ગેસ) અને LPG (સિલિન્ડર) એમ બંને પ્રકારના કનેક્શન છે, તેમણે આગામી બુધવાર સુધીમાં પોતાનું LPG કનેક્શન ફરજિયાતપણે સરેન્ડર કરવાનું રહેશે.
સરકારના આ આદેશ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જ્યાં પાઇપલાઇન સુવિધા પહોંચી ગઈ છે, ત્યાં સિલિન્ડરની જરૂરિયાત ઓછી કરી શકાય અને જે વિસ્તારોમાં હજુ પણ નેટવર્ક નથી ત્યાં જરૂરિયાતમંદોને LPG સિલિન્ડરની પ્રાથમિકતા આપી શકાય. જે ગ્રાહકો આ સમયમર્યાદામાં કનેક્શન સરેન્ડર નહીં કરે, તેમના પર નિયમોનુસાર કાર્યવાહી અથવા વધારાના શુલ્કની જોગવાઈ પણ થઈ શકે છે.







































































































